કોહલીનો આઈપીએલમાં સૌથી વધુ અડદી સદીનો રેકોર્ડ

કોહલીનો આઈપીએલમાં સૌથી વધુ અડદી સદીનો રેકોર્ડ

કોહલીનો આઈપીએલમાં સૌથી વધુ અડદી સદીનો રેકોર્ડ

Blog Article

રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રવિવારની પ્રથમ મેચ પંજાબના મુલ્લાંપુરમાં રમાઈ હતી, જેમાં બેંગલોરનો સાત વિકેટે વિજય થયો હતો, તો સાથે સાથે વિરાટ કોહલીએ આઈપીએલમાં સૌથી વધુ – 67 અડધી સદીનો રેકોર્ડ પણ કર્યો હતો. તેણે ડેવિડ વોર્નરનો 66 અડધી સદીનો રેકોર્ડ તોડ્યો હતો.




મેચમાં પંજાબે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 157 રન કર્યા હતા, જેના જવાબમાં બેંગલુરુએ કોહલીની ધમાકેદાર ઈનિંગ સાથે 18.5 ઓવરમાં 3 વિકેટે 159 રન કરી વિજય નોંધાવ્યો હતો.કોહલીએ 54 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 73 રન કર્યા હતા.

વોર્નરે 184 મેચમાં 6556 રન કર્યા છે, તો વિરાટ કોહલીએ 260 મેચમાં 8326 રન કર્યા છે. વિરાટ કોહલીના નામે સૌથી વધુ સદીનો રેકોર્ડ પણ છે, તેણે આઠ સદી કરી છે, તો વોર્નરે ચાર સદી કરી છે.

Report this page